રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું તારી નજરથી છૂટી જાઉં તો?
ને તારો બનીને તૂટી જાઉં તો?
હવે ક્યાં સુધી ચાલવું આ રીતે-
હું રસ્તો બનીને ખૂટી જાઉં તો?
મેં હૈયાને જોયું છે સહરા સમું-
મૃગજળ બનીને ઊડી જાઉં તો?
આ અંધારું લાગે હ્રદયના સમું-
હું સૂરજ બનીને ફૂટી જાઉં તો?
ઊગું છું કમળ થઈને હર શ્વાસમાં.
કહે દેવકન્યા –‘ચૂંટી જાઉં તો?'
hun tari najarthi chhuti jaun to?
ne taro banine tuti jaun to?
hwe kyan sudhi chalawun aa rite
hun rasto banine khuti jaun to?
mein haiyane joyun chhe sahra samun
mrigjal banine uDi jaun to?
a andharun lage hradayna samun
hun suraj banine phuti jaun to?
ugun chhun kamal thaine har shwasman
kahe dewakanya –‘chunti jaun to?
hun tari najarthi chhuti jaun to?
ne taro banine tuti jaun to?
hwe kyan sudhi chalawun aa rite
hun rasto banine khuti jaun to?
mein haiyane joyun chhe sahra samun
mrigjal banine uDi jaun to?
a andharun lage hradayna samun
hun suraj banine phuti jaun to?
ugun chhun kamal thaine har shwasman
kahe dewakanya –‘chunti jaun to?
સ્રોત
- પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 71)
- સર્જક : મણિલાલ દેસાઈ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1987
- આવૃત્તિ : 2