motne hathmaan raakhii ten jindgii aapii - Ghazals | RekhtaGujarati

મોતને હાથમાં રાખી તેં જિંદગી આપી

motne hathmaan raakhii ten jindgii aapii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મોતને હાથમાં રાખી તેં જિંદગી આપી
હરીન્દ્ર દવે

મોતને હાથમાં રાખી તેં જિંદગી આપી,

એક રમત આપી અને કેવી જોખમી આપી!

જ્યોત મુજ ઘાસના રહેઠાણ પર ધરી ધરી,

તારો ઉપકાર તરત કેવી રોશની આપી.

મારી બદલાતી દશા પણ કોઈ તહેવાર હતો,

ભેટમાં કેમ તેં ગઈ કાલની છબી આપી?

બધાંએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?

જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ