mot tahii gyun chhe junglemaan aekaantnun - koii rotun nathii - Ghazals | RekhtaGujarati

મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું – કોઈ રોતું નથી

mot tahii gyun chhe junglemaan aekaantnun - koii rotun nathii

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું – કોઈ રોતું નથી
સૈફ પાલનપુરી

મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું કોઈ રોતું નથી

મોર નાચે છે વસતીમાં આવી હવે કોઈ જોતું નથી

ઝાડ પર જ્યારથી એક પંછીએ માળો વિખેરી દીધો

છાંયડો રોજ આવીને બેસે છે પણ કોઈ હોતું નથી

શ્રાપ એવો મળ્યો ગામને કે હવે આંખ થઈ ગઈ બધી વાંઝણી

સારા સારા પ્રસંગો બને છે છતાં કોઈ રોતું નથી

આજ આવ્યો તો ઘર પાસ ખુલ્લી કબર એક જોવા મળી

બોલી : ઊભો છે કેમ બ્હાર આવી જા ‘સૈફ’ કોઈ જોતું નથી

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ