mithi malikni daya jewi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મીઠી માલિકની દયા જેવી

mithi malikni daya jewi

અદમ ટંકારવી અદમ ટંકારવી
મીઠી માલિકની દયા જેવી
અદમ ટંકારવી

મીઠી માલિકની દયા જેવી

વાત છે ચોખ્ખી દીવા જેવી

શહેરમાં તારા જિન્દગી મારી

ના થવાનું બધું થવા જેવી

આધુનિક થઈ ગઈ આખી દુનિયા

તું રહી ગઈ પરમ્પરા જેવી

કેવું રૂપક અને શાની ઉપમા

નથી કોઈ કે કશા જેવી

આંખ મીંચાય ને તું છે અસ્તુ

આંખ ખૂલે ને શ્રી સવા જેવી

આપણું હોવું મરશિયું જાણે

ને હયાતી છે આપણી છાજિયા જેવી

સીધીસાદી ગઝલ લખી દે અદમ

જીવીકાકીની શારદા જેવી

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997