રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને
sanj paDta sambhre te awasrona sam tane
સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને
આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને.
ઉંમરો અટકી પડી છે ત્યાં જ પાછી આવજે
વય વગર નાહક વધેલાં અંતરોના સમ તને.
આવ તું પલળી જવા આ મનભરી લીલાશમાં
શાંત શીતળ આગ ઝરતી ઝરમરોના સમ તને.
અષ્ટમીની ચાંદનીમાં કર ફરી એવાં મિલન
જોઈને ડોલી જશે તે ડુંગરોના સમ તને.
પાડ સાચા તેં કરેલા વાયદા ‘આકાશ’ને
શબ્દથી છૂટા પડેલા અક્ષરોના સમ તને.
sanj paDta sambhre te awasrona sam tane
aw pachhi, aapni aa unmrona sam tane
unmro atki paDi chhe tyan ja pachhi aawje
way wagar nahak wadhelan antrona sam tane
aw tun palli jawa aa manabhri lilashman
shant shital aag jharti jharamrona sam tane
ashtmini chandniman kar phari ewan milan
joine Doli jashe te Dungrona sam tane
paD sacha ten karela wayada ‘akash’ne
shabdthi chhuta paDela akshrona sam tane
sanj paDta sambhre te awasrona sam tane
aw pachhi, aapni aa unmrona sam tane
unmro atki paDi chhe tyan ja pachhi aawje
way wagar nahak wadhelan antrona sam tane
aw tun palli jawa aa manabhri lilashman
shant shital aag jharti jharamrona sam tane
ashtmini chandniman kar phari ewan milan
joine Doli jashe te Dungrona sam tane
paD sacha ten karela wayada ‘akash’ne
shabdthi chhuta paDela akshrona sam tane
સ્રોત
- પુસ્તક : વિસંવાદી સફર (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : આકાશ ઠક્કર
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2007