najarna tar upar tara tun chalaw mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નજરના તાર ઉપર તારા તું ચલાવ મને

najarna tar upar tara tun chalaw mane

હેમંત ધોરડા હેમંત ધોરડા
નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
હેમંત ધોરડા

નજરના તાર ઉપર તારા તું ચલાવ મને

પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને

મિલનનો વર્ષોમાં આવે છે જે અવસર છું

તું તારા હોઠનાં ફૂલો વડે સજાવ મને.

છું કોઈ સ્વપ્નનાં દૃશ્યો નયનમાં સાચવી રાખ

ગમે છે બહુ તને લય છું ગુનગુનાવ મને.

ઊડી જઈશ બહુ અંગત પળોની સૌરભ છું

તું વાતવાતમાં હોઠો ઉપર લાવ મને

પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી

જરાક સાચવી આંખોમાં પટપટાવ મને

સ્રોત

  • પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1988