રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારાં રૂપને અંતે જમાનાની નજર લાગી,
કે જાણે ઝાંઝવાંને કોઈ પ્યાસાની નજર લાગી.
એ રીતે રૂપની દૃષ્ટિથી કોઈ રૂપ નજરાયું,
સવારે ખીલતાં ફૂલોને સંધ્યાની નજર લાગી.
બિચારી આરસીને દોષ ના દેવો ઘટે એમાં,
કે નિજ દર્શન થકી એને જ પોતાની નજર લાગી.
નિખાલસ પ્રીત ને કંઈ એ રીતે ઘેરી વળી શંકા,
વહી જતી આ જમનાને કો છાયાની નજર લાગી.
મિલન માણ્યું ન માણ્યું ત્યાં વિખેરાઈ ગયું શમણું,
અમારી પુષ્પશય્યાને કો' કાંટાની નજર લાગી.
અમીવૃષ્ટિ કોઈની એમ અટકી ગઈ અમારા પર,
વરસતા મેઘને જાણે કો' સહરાની નજર લાગી.
હતો ઉત્સાહ દિલમાં, તે છતાં પગ થઈ ગયા ભારે,
શું મંજિલ ઢૂંઢનારાને ઉતારાની નજર લાગી?
અમારી જિંદગી હર આપદાથી બેફિકર થઈ ગઈ,
ખરેખર આજ અમને કો' દીવાનાની નજર લાગી.
નહીંતર નીર ખારાં આમ ‘સાકિન' ના ધસી આવે,
અમી-ભરપૂર આંખોને શું દરિયાની નજર લાગી?
tamaran rupne ante jamanani najar lagi,
ke jane jhanjhwanne koi pyasani najar lagi
e rite rupni drishtithi koi roop najrayun,
saware khiltan phulone sandhyani najar lagi
bichari arsine dosh na dewo ghate eman,
ke nij darshan thaki ene ja potani najar lagi
nikhalas preet ne kani e rite gheri wali shanka,
wahi jati aa jamnane ko chhayani najar lagi
milan manyun na manyun tyan wikherai gayun shamanun,
amari pushpshayyane ko kantani najar lagi
amiwrishti koini em atki gai amara par,
warasta meghne jane ko sahrani najar lagi
hato utsah dilman, te chhatan pag thai gaya bhare,
shun manjil DhunDhnarane utarani najar lagi?
amari jindgi har apdathi bephikar thai gai,
kharekhar aaj amne ko diwanani najar lagi
nahintar neer kharan aam ‘sakin na dhasi aawe,
ami bharpur ankhone shun dariyani najar lagi?

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 239)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4