miithaan shamnaan vasmaan shuul - Ghazals | RekhtaGujarati

મીઠાં શમણાં વસમાં શૂળ

miithaan shamnaan vasmaan shuul

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
મીઠાં શમણાં વસમાં શૂળ
અમૃત ઘાયલ

મીઠાં શમણાં વસમાં શૂળ,

મારી ગઝલોનાં બે મૂળ.

ઇડા પિંગલા સાથ સુષુમણા,

લઈને ફરું છું તેજ-ત્રિશૂળ.

આશા કહેતાં રાખની ઢગલી,

જીવન કહેતાં ચપટી ધૂળ.

પીડ મહીં પણ એમ હસું છું,

જાણે ગયો છે રોગ સમૂળ.

દોષ નથી સંજોગ તણો કંઈ,

થાવું'તું જીવતરને ધૂળ.

સ્વર્ગ મહીં સંસારના સોગન,

મુજને નહીં આવે અનુકૂળ.

જાત-અનુભવથી સમજાયું,

પુણ્ય સ્વયં છે પાપનું મૂળ.

ફાલી-ફૂલી રહેશે ‘ઘાયલ',

ગઝલોનાં છે ઊંડાં મૂળ.

સ્રોત

  • પુસ્તક : પ્રતિનિધિ કાવ્યો અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 2023