mein je gumawyun te aa phulone mali gayun - Ghazals | RekhtaGujarati

મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું

mein je gumawyun te aa phulone mali gayun

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું
મુકુલ ચોક્સી

મેં જે ગુમાવ્યું તે આ ફૂલોને મળી ગયું,

ઉન્માદ! સૌ સુગંધનું સાટું વળી ગયું.

સપનું શરમનું માર્યું લપાઈને જેમતેમ,

અડધે સુધી ગયું અને પાછું વળી ગયું.

બાકીની હું રહીને અવિચળ કરું ય શું?

તૃષ્ણાથી તન ને મહેક થકી મન ચળી ગયું.

લખલૂટ પીને પણ ન જરીકે લળ્યું કોઈ,

કોઈ પીવાની વાત થતામાં ઢળી ગયું.

ઉન્માદ! મન તૂટી ગયું હોતે તો ઠીક થાત,

તૂટ્યું નહીં ને એટલે વાંકુ વળી ગયું.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001