Sajanva! (Mirabai ni Ukti) - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સજનવા! (મીરાંબાઈની ઉક્તિ)

Sajanva! (Mirabai ni Ukti)

દાન વાઘેલા દાન વાઘેલા
સજનવા! (મીરાંબાઈની ઉક્તિ)
દાન વાઘેલા

અહીં શણગાર મૂક્યો છે, અહીં એકતાર મૂક્યો છે;

સજનવા! સૂર સાથે જોખમી વ્યવહાર મૂક્યો છે!

કહો વંટોળને કે હોય તે ડમરીઓ લઈ આવે;

સજનવા! પ્રીતનો દીપ તારે દ્વાર મૂક્યો છે!

દિશા ધ્રુજે, ગગન વિહ્વળ બને તોયે જશું આગળ;

સજનવા! સાદ તારો સાંભળી સંસાર મૂક્યો છે!

જીવન કંગાળ છે પણ શબ્દનો વૈભવ અનોખો ‘દાન’;

સજનવા! દબદબાભર યાદનો દરબાર મૂક્યો છે!

સ્રોત

  • પુસ્તક : સ્વયંભૂ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : દાન વાઘેલા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : 2