રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજળથળમાં માયાનગરી છે મનને તું પાછું વાળી લે
એ મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે
ખોલ નહીં એવા કાગળને જેના સરનામે તાળું છે
પીડાની અંગત વખરી છે મનને તું પાછું વાળી લે
કોણ પવનને અંધ કરે છે કોણ લખે છે ગંગાલહરી
આ વાત સમજવી અઘરી છે મનને તું પાછું વાળી લે
લાગે છે કે દુઃખનો સૂરજ મૂશળધારે વરસી પડશે
અહીં સહુની માથે છતરી છે મનને તું પાછું વાળી લે
ઊંચા સાદે બોલું છું તો ધ્રુજે છે આ ઘરની ભીંતો
મૂંગા ઘરમાં રજ નકરી છે મનને તું પાછું વાળી લે
વર્ષો બાદ તને ભેટ્યાની ઘટના સોનેરી નળિયાં છે
ગાંઠે તાંદુલની ગઠરી છે મનને તું પાછું વાળી લે
મનમંડપમાં ચંદ્ર ઊગ્યો ને તનસમદરમાં લોઢ ઉછળ્યા
ગત જન્મોની ગત વકરી છે મનને તું પાછું વાળી લે
jalathalman mayanagri chhe manne tun pachhun wali le
e mohamyi pan magri chhe manne tun pachhun wali le
khol nahin ewa kagalne jena sarname talun chhe
piDani angat wakhri chhe manne tun pachhun wali le
kon pawanne andh kare chhe kon lakhe chhe gangalahri
a wat samajwi aghri chhe manne tun pachhun wali le
lage chhe ke dukhano suraj mushaldhare warsi paDshe
ahin sahuni mathe chhatri chhe manne tun pachhun wali le
uncha sade bolun chhun to dhruje chhe aa gharni bhinto
munga gharman raj nakri chhe manne tun pachhun wali le
warsho baad tane bhetyani ghatna soneri naliyan chhe
ganthe tandulni gathri chhe manne tun pachhun wali le
manmanDapman chandr ugyo ne tanasamadarman loDh uchhalya
gat janmoni gat wakri chhe manne tun pachhun wali le

સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 170)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008