pachhi nit samayna abhawman marun besawun marun uthawun - Ghazals | RekhtaGujarati

પછી નિત સમયના અભાવમાં મારું બેસવું મારું ઊઠવું

pachhi nit samayna abhawman marun besawun marun uthawun

હરકિશન જોષી હરકિશન જોષી
પછી નિત સમયના અભાવમાં મારું બેસવું મારું ઊઠવું
હરકિશન જોષી

પછી નિત સમયના અભાવમાં મારું બેસવું મારું ઊઠવું

તને યાદ છે? તારા મૌનમાં મારું ક્યાંક આવીને બોલવું

હવે કોઈ સંભવ છે નહીં મારા શ્વાસ તારો મજારમાં

તને મેં તજ્યા પછી કોઈનું અહીં વ્યર્થ આવીને ખોળવું

મારી મુક્તિ માટેના જે હતા તારા પ્રયાસોને શું કહું?

હતું એક ચકલીનું ચાંચથી કોઈ જેલ સળિયાનું તોડવું

હજુ શબ્દ આવે છે શોધતા હુજુ હુંય શોધું છું શબ્દને

હજુ સંભવિત તો જણાય છે મારું તરા ઘર સુધી પહોંચવું

મને મિલનની ક્ષણો વિષે રહ્યું યાદ કેવળ આટલું

તારું સાવ ધીમેથી આવવું તારું બે કમાડોનું ખોલવું.

સ્રોત

  • પુસ્તક : તારા નગરમાં (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : હરકિશન જોષી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1980