Matla-Ghazal - Ghazals | RekhtaGujarati

મત્લા-ગઝલ

Matla-Ghazal

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
મત્લા-ગઝલ
પ્રણવ પંડ્યા

ઠેઠ પુગાડે, ઠેકાણાં

હોય બનારસ કે બગદાણા

નજર જુદી, જુદાં નજરાણાં

ઘર છોડ્યું તો મળ્યાં ઘરાણાં

પાંચ મહીં જે રોજ પુછાણા

ધર્યો અરીસો તો શરમાણા

વેંત વેંત ઊછળે છે પાણા

ફૂલો બેઠાં થઈ નિમાણાં

એવાં પણ આવે કંઈ ટાણાં

ટુચકા પણ થઈ જાય ઉખાણાં

ખાલી ખોટાં ગાયાં ગાણાં

છેવટ બસ છલક્યાં તરભાણાં

નગદ મળ્યાં નયનોને નાણાં

આંસુનાં પાથરાયાં આણાં

પૂછે છે સિંદૂરી પાણા

કોણ જીત્યું છે ધીંગાણા

મીરાં કે જાવા દ્યો રાણા

ઝેર પચે પણ પચે દાણા

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : ઓક્ટોબર ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન, મુંબઈ