mari nikat rahyan - Ghazals | RekhtaGujarati

મારી નિકટ રહ્યાં

mari nikat rahyan

હરજીવન દાફડા હરજીવન દાફડા
મારી નિકટ રહ્યાં
હરજીવન દાફડા

બહુ દૂર જેમ બહુ મારી નિકટ રહ્યાં,

સામે હતા છતાં સમજવા વિકટ રહ્યાં.

હર હાલમાં ને હરપળે થઈને કપટ રહ્યાં,

જોવાં સૂલટમાં જાઉં તો જઇને ઊલટ રહ્યાં.

ઘટ-ઘટ તપાસ આદરી તો અઘટ રહ્યાં,

આંખે ચડે રીતે પળપળ પ્રગટ રહ્યાં.

મૃત્યુ હરેક વેશમાં સામે રહ્યું સતત,

સારું થયું કે દેહમાં શ્વાસો ચપટ રહ્યા.

શત્રુ કોઈ વાળને વાંકો કરી શક્યા,

સાહેબ સર્વ કાળમાં મારે શકટ રહ્યાં.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ