રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમોહબ્બતમાં નથી જીવી શકાતું મનને મારીને,
આ મંજિલમાં કદમ મૂકે કોઈ સમજી-વિચારીને.
હવે પુષ્પો મળે કે કંટકો તકદીર ઉપર છે,
કોઈના આંગણે બેઠો છું હું પાલવ પ્રસારીને.
સમયના આ સવાલો તો મને પાગલ કરી દેશે,
સુરાલયથી કોઈ લઈ આવો મારી હોશિયારીને.
પ્રણયમાં જિંદગી વીતી ગઈ છે ને વીતી જાશે,
હવે આ ખૂબસૂરત ભૂલ શું કરશું સુધારીને?
મદિરા એવી રીતે અમને આપે છે હવે સાકી,
કે જાણે ભીખ આપે લખપતિ કોઈ ભિખારીને.
ચમનની વાત પુષ્પોથી નહીં, કાંટાઓથી પૂછો,
કે બેઠા છે અહીં જેઓ જીવન આખું ગુજારીને
જીવનની કોને પરવા છે! છે પરવા તુજને મળવાની!
ભલે આ નાવ ડૂબી જાય અમને પાર ઉતારીને.
‘ખલિશ' પૂછી ગયા તેઓ, ‘તબિયત કેમ છે તારી?’
દુઆઓ દઈ રહ્યો છું હું હૃદયની બેકરારીને.
mohabbatman nathi jiwi shakatun manne marine,
a manjilman kadam muke koi samji wicharine
hwe pushpo male ke kantko takdir upar chhe,
koina angne betho chhun hun palaw prsarine
samayna aa sawalo to mane pagal kari deshe,
suralaythi koi lai aawo mari hoshiyarine
pranayman jindgi witi gai chhe ne witi jashe,
hwe aa khubasurat bhool shun karashun sudharine?
madira ewi rite amne aape chhe hwe saki,
ke jane bheekh aape lakhapati koi bhikharine
chamanni wat pushpothi nahin, kantaothi puchho,
ke betha chhe ahin jeo jiwan akhun gujarine
jiwanni kone parwa chhe! chhe parwa tujne malwani!
bhale aa naw Dubi jay amne par utarine
‘khalish puchhi gaya teo, ‘tabiyat kem chhe tari?’
duao dai rahyo chhun hun hridayni bekrarine

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4