mari hayati aaje mane rubaru thai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી હયાતી આજે મને રૂબરૂ થઈ

mari hayati aaje mane rubaru thai

ગુલામ અબ્બાસ 'નાશાદ' ગુલામ અબ્બાસ 'નાશાદ'
મારી હયાતી આજે મને રૂબરૂ થઈ
ગુલામ અબ્બાસ 'નાશાદ'

મારી હયાતી આજે મને રૂબરૂ થઈ;

ઈશ્વરની સાથે જાણે કોઈ ગુફ્તગુ થઈ.

નહીંતર સ્વભાવ એવો કે તોડું મૌન પણ;

છલકાયું હૃદય તો ગઝલ પણ રજૂ થઈ.

શંકા માનવીને વ્યથિત સૌ પ્રથમ કરે;

સચ્ચાઈની કસોટી ત્યાં સમજો શરૂ થઈ.

ખાલી જગાનું મૂલ્ય તો નિર્ભર વાત પર;

કો' વ્યક્તિ હોય ના તો, એની વાત શું થઈ?

સંગતનો પૂરેપૂરો છે ઓળખ ઉપર પ્રભાવ;

ફૂલોનો સ્પર્શ પામી હવા ખૂશ્બુ થઈ.

નાશાદ નમાઝ અનૂઠી કેમ હો !

આંસુ સમાન જળથી જો મારી વજૂ થઈ.

સ્રોત

  • પુસ્તક : બાકી બધું તો ઠીક છે (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : ગુલામ અબ્બાસ 'નાશાદ'
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2019