mara mane wawaD male - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા મને વાવડ મળે

mara mane wawaD male

રવીન્દ્ર પારેખ રવીન્દ્ર પારેખ
મારા મને વાવડ મળે
રવીન્દ્ર પારેખ

કોઈ પણ રીતે એની ગડ મળે,

બીજમાંથી કઈ રીતે એક વડ મળે?

બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,

રીતે મારા મને વાવડ મળે.

એટલે લઈને ફરું માથું બધે,

શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.

કોઈ મરતાંને પડે સાંસા સતત,

ને હવા ચોમેર આડેધડ મળે.

કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,

વિના ના ભીતરે ભેખડ મળે.

કોઈ, કૂંપળને કહે છે પળ સતત,

રોજ એવો એક તો અણઘડ મળે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004