કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે
kon kharu chhe khotu shu chhe? hun pan janu tu pan jane

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે
kon kharu chhe khotu shu chhe? hun pan janu tu pan jane
મકરંદ મુસળે
Makrand Musle

કોણ ખરું છે ખોટું શું છે? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
સૌનું હસવું રડવું સરખું, ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે? હું પણ જાણું તું પણ જાણે.
ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો, બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે? હું પણ જાણું તું પણ જાણે.
દિલ પર રોજે રોજનું ભારણ, સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે? હું પણ જાણું તું પણ જાણે.
તારો મોભો, માન, પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વા દે,
કાળું શું છે, ધોળું શું છે? હું પણ જાણું તું પણ જાણે.



સ્રોત
- પુસ્તક : માણસ તો યે મળવા જેવો...
- સર્જક : મકરંદ મુસળે
- પ્રકાશક : બુકપબ ઈનોવેશન્સ
- વર્ષ : 2013