aghri wat chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અઘરી વાત છે

aghri wat chhe

મહેન્દ્ર જોશી મહેન્દ્ર જોશી
અઘરી વાત છે
મહેન્દ્ર જોશી

રોજ મનને વારવું છેક અઘરી વાત છે

કોઈના શરણ જવું છેક અઘરી વાત છે

કોઈના ખભે ચઢીને એટલું જોઈ શક્યા

વેંત છેટું ભાળવું છેક અઘરી વાત છે

ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું

મૂળને ઉચ્છેદવું છેક અઘરી વાત છે

ચાંચ હો તો ચણ હો ને પાંખ હો તો નભ હો

તોય પંખી પાળવું છેક અઘરી વાત છે

આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું?

નામ ત્યારે ધારવું છેક અઘરી વાત છે

નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી

આંસુને સંતાડવું છેક અઘરી વાત છે

સ્રોત

  • પુસ્તક : ઈથરના સમુદ્ર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મહેન્દ્ર જોશી
  • પ્રકાશક : દર્શક ફાઉન્ડેશન
  • વર્ષ : 2005