રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમને લાગી રહ્યું છે થઈ રહ્યો છું વારતા જેવો
mane lagi rahyun chhe thai rahyo chhun warta jewo
મને લાગી રહ્યું છે થઈ રહ્યો છું વારતા જેવો,
હવે શોધી રહ્યા છે અંત એ કોઈ કથા જેવો.
પ્રસંગો આમ તો સુખના ઘણા આવ્યા’તા જીવનમાં,
મને એકેયમાં આનંદ ના આવ્યો વ્યથા જેવો.
ચડે છે રાતભર વ્હેલી સવારે ઓસરી ચાલે,
રહે છે પ્રેમનો ઉન્માદ પણ અંતે નશા જેવો.
પ્રણયપંથે વિહરનારા પ્રવાસીનો ખુદાહાફિઝ,
બધાને થાય છે ક્યારે અનુભવ આપણા જેવો.
દુવાઓ ના ફળી પણ ‘મીર’ એ સધિયારો ઓછો છે?
હતો જોકે ભરોસો મારી પાસે પણ ખુદા જેવો.
mane lagi rahyun chhe thai rahyo chhun warta jewo,
hwe shodhi rahya chhe ant e koi katha jewo
prsango aam to sukhna ghana awya’ta jiwanman,
mane ekeyman anand na aawyo wyatha jewo
chaDe chhe ratbhar wheli saware osari chale,
rahe chhe premno unmad pan ante nasha jewo
pranaypanthe wiharnara prwasino khudahaphijh,
badhane thay chhe kyare anubhaw aapna jewo
duwao na phali pan ‘meer’ e sadhiyaro ochho chhe?
hato joke bharoso mari pase pan khuda jewo

સ્રોત
- પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : રશીદ મીર
- પ્રકાશક : ધબક પ્રકાશન
- વર્ષ : 1998