રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાણસ નથી તું મ્યાન છે સંભાળજે,
તું પણ બધે દરમ્યાન છે સંભાળજે.
એકાદ-બે સિક્કા જ તારા હાથમાં,
ચારે તરફ દુકાન છે સંભાળજે.
તારું ય મન જાણ્યું નથી ક્યારેય તેં,
એ પણ હજી બે-ધ્યાન છે સંભાળજે.
મોં ફેરવી ચાલ્યા જવાની વાતમાં,
સૌથી સવાયું માન છે સંભાળજે.
ડૂબી જવા માટે જ તરતાં આપણે,
જળને ય એનું ભાન છે સંભાળજે.
રોકાઈ જા– રોકાઈ જા– કહેશે તને,
જ્યાં માત્ર તું મહેમાન છે સંભાળજે.
manas nathi tun myan chhe sambhalje,
tun pan badhe daramyan chhe sambhalje
ekad be sikka ja tara hathman,
chare taraph dukan chhe sambhalje
tarun ya man janyun nathi kyarey ten,
e pan haji be dhyan chhe sambhalje
mon pherwi chalya jawani watman,
sauthi sawayun man chhe sambhalje
Dubi jawa mate ja tartan aapne,
jalne ya enun bhan chhe sambhalje
rokai ja– rokai ja– kaheshe tane,
jyan matr tun maheman chhe sambhalje
manas nathi tun myan chhe sambhalje,
tun pan badhe daramyan chhe sambhalje
ekad be sikka ja tara hathman,
chare taraph dukan chhe sambhalje
tarun ya man janyun nathi kyarey ten,
e pan haji be dhyan chhe sambhalje
mon pherwi chalya jawani watman,
sauthi sawayun man chhe sambhalje
Dubi jawa mate ja tartan aapne,
jalne ya enun bhan chhe sambhalje
rokai ja– rokai ja– kaheshe tane,
jyan matr tun maheman chhe sambhalje
સ્રોત
- પુસ્તક : જલરવ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સર્જક : વારિજ લુહાર
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2021