મારી જ સંગ હરદમ, હું ગુફ્તગૂ કરું છું
maarii ja sang hardam, hun guftaguu karun chhun

મારી જ સંગ હરદમ, હું ગુફ્તગૂ કરું છું
maarii ja sang hardam, hun guftaguu karun chhun
આર. બી. રાઠોડ
R. B. Rathod

મારી જ સંગ હરદમ, હું ગુફ્તગૂ કરું છું,
ઇર્શાદ હું કરું છું, ને હું રજૂ કરું છું.
સંબંધ એટલે તો બગડ્યા નથી કદી પણ,
દુઃખી કરે છે કોઈ, તો પણ જતું કરું છું.
જીવન સફરમાં કાયમ એવું રહ્યું છે મારે,
આફત મળે છે જેવી, એવું ગજું કરું છું.
છેવટ બચ્યો છે બસ એક કાગળ કલમનો રસ્તો,
દરિયો નિચોવવાની, કોશિશ હજુ કરું છું.
એવું નથી કે કંઈ પણ કરતો નથી જ ઈશ્વર,
પૂરું જ એ કરે છે, હું બસ શરૂ કરું છું.
આ કેનવાસ આખું કથ્થઈ બની ગયું છે,
ભગવું બનાવવાને બનતું બધું કરું છું.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ