કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી
kaink ae riite hridayne laagnii bhaare padii

કૈંક એ રીતે હૃદયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,
આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી.
મૌન, કેવળ મૌન, ઘૂંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી.
તું હતી ત્હારા ઘરે, ને હું હતો મ્હારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી.
વાંસવન પાછું ઊભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી.
ચાલવું ને દોડવું ને કૂદવું - સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
kaink e rite hridayne lagni bhare paDi,
ek diwane swyanni roshni bhare paDi,
apnarane hajaro hath chhe, bhuli gayo,
jetli je kain kari e magni bhare paDi
maun, kewal maun, ghuntatun rahyun ekantman,
e pale amthi paDi jyan tankni bhare paDi
tun hati thara ghare, ne hun hato mhara ghare,
je pale duniya ubhi thai aapni bhare paDi
wanswan pachhun ubhun karawun ghanun agharun hwe,
katke katke je banawi wansli bhare paDi
chalawun ne doDawun ne kudawun suna thaya,
ek balakthi chhuti gai angli bhare paDi

સ્રોત
- પુસ્તક : જીવનનો રિયાઝ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2011
- આવૃત્તિ : સાતમી આવૃત્તિ