je divasthi samjane chumban karyu chhe pyarthi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જે દિવસથી સમજણે ચુંજન કર્યું છે પ્યારથી

je divasthi samjane chumban karyu chhe pyarthi

હરીશ ધોબી હરીશ ધોબી
જે દિવસથી સમજણે ચુંજન કર્યું છે પ્યારથી
હરીશ ધોબી

જે દિવસથી સમજણે ચુંજન કર્યું છે પ્યારથી,

હું પરિચિત થૈ ગયો છું અર્થના વિસ્તારથી.

સ્વપ્ન, ઇચ્છા, લાગણીઓ કે પછી બીજું કશું,

રોજ શું ખરતું રહે છે પાંપણોની ધારથી?

સીદી સૈયદની બની ગૈ જાળી છાતી જ્યારથી,

કોઈ ક્ષણ લૈ ટાંકણું, કૂદી પડે છે ત્યારથી.

ક્યાં સુધી ઊભા પગે ધરવું અમારે તપ કહે,

ઘરની દીવાલો સતત પૂછે મને તુંકારથી.

લો હવે સાતે અશ્વોને પલાણો આપણે,

કે નપુંસક નીકળ્યો છે શ્વાસ નામે સારથી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2008