lagnino aa labacho kyan jai padhrawwo? - Ghazals | RekhtaGujarati

લાગણીનો આ લબાચો ક્યાં જઈ પધરાવવો?

lagnino aa labacho kyan jai padhrawwo?

ચિનુ મોદી ચિનુ મોદી
લાગણીનો આ લબાચો ક્યાં જઈ પધરાવવો?
ચિનુ મોદી

લાગણીનો આ લબાચો ક્યાં જઈ પધરાવવો?

ખૂબ અઘરો છે હવે દરિયો ફરી છલકાવવો.

શ્વાસના આવાસ વચ્ચે ક્યાંય ઝળહળતો નથી

એ દીવાને આ ક્ષણે કેવી રીતે બુઝાવવો?

એ જ ચ્હેરો જોઈએ છે આ અરીસાને હવે

આ અરીસાને હવે કેવી રીતે સમજાવવો?

તું અહીં આવે ન આવે, અનવરત એ આવતી

વંશવેલો યાદનો કેવી રીતે અટકાવવો?

છે સ્મરણનો દેશ એમાં આંસુ નામે છે નગર

એ જ સરનામે હવે ‘ઇર્શાદ’નો ખત લાવવો.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012