રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્યાંક પડછાયો પડે છે, ક્યાંક ઊભો દેહ દ્રઢ
હું મને હંમેશ કહેતો : આવ સામે, ચાલ લઢ.
અંધકારે બંધ મુઠ્ઠીમાં ચણોઠી રાખીને
ઓ પ્રવાસીજીવ મારા! ચાલવાની છોડ રઢ.
એક લીલાઝાડ પર તૂટી પડેલી વીજળી!
હું હજી જીવી રહ્યો છું, જા, ફરી આકાશ ચઢ.
બાતમી મળતી નથી લેબાસ બદલાયા પછી
સાત જન્મોની કથાનો હું જ નાયક, નામ : ઢ.
પાણી, ખારાં પાણી છે, એનો ભરોસો ક્યાં કર્યો?
એય આંખોનાં સગાં છે, તોડશે ઇર્શાદગઢ.
kyank paDchhayo paDe chhe, kyank ubho deh draDh
hun mane hanmesh kaheto ha aaw same, chaal laDh
andhkare bandh muththiman chanothi rakhine
o prwasijiw mara! chalwani chhoD raDh
ek lilajhaD par tuti paDeli wijli!
hun haji jiwi rahyo chhun, ja, phari akash chaDh
batmi malti nathi lebas badlaya pachhi
sat janmoni kathano hun ja nayak, nam ha Dha
pani, kharan pani chhe, eno bharoso kyan karyo?
ey ankhonan sagan chhe, toDshe irshadgaDh

સ્રોત
- પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012