રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું જ જય છું અને પરાજય છું;
હું કુરુક્ષેત્રમાંનો સંજય છું.
કોઈ અર્જુનનો હું જ સંશય છું;
કૃષ્ણ છે ત્યાં સુધી જ નિર્ભય છું.
સૂર્યમાળા સમો હું સ્થાયી નથી;
જો કે પૃથ્વીનો શાશ્વતી લય છું.
કૃષ્ણ તો પીપળા નીચે પોઢ્યા;
પી ગયો યાદવોને એ મય છું.
શેષ છે બોધિવૃક્ષનું ઠૂંઠું;
પાનખરનો હું પીળો આશય છું.
‘આવજે’ કહી દઉં તને આકાશ!
હું તો મૃણ્મય હતો ને મૃણ્મય છું.
hun ja jay chhun ane parajay chhun;
hun kurukshetrmanno sanjay chhun
koi arjunno hun ja sanshay chhun;
krishn chhe tyan sudhi ja nirbhay chhun
surymala samo hun sthayi nathi;
jo ke prithwino shashwati lay chhun
krishn to pipala niche poDhya;
pi gayo yadwone e may chhun
shesh chhe bodhiwrikshanun thunthun;
panakharno hun pilo ashay chhun
‘awje’ kahi daun tane akash!
hun to mrinmay hato ne mrinmay chhun
hun ja jay chhun ane parajay chhun;
hun kurukshetrmanno sanjay chhun
koi arjunno hun ja sanshay chhun;
krishn chhe tyan sudhi ja nirbhay chhun
surymala samo hun sthayi nathi;
jo ke prithwino shashwati lay chhun
krishn to pipala niche poDhya;
pi gayo yadwone e may chhun
shesh chhe bodhiwrikshanun thunthun;
panakharno hun pilo ashay chhun
‘awje’ kahi daun tane akash!
hun to mrinmay hato ne mrinmay chhun
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 245)
- સર્જક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004