ક્ષણોને તોડવા બેઠો અને ઘટના ઘણી નીકળી
kshanone todvaa betho ane ghatnaa ghanii niiklii
જગદીપ નાણાવટી
Jagdip Nanavati
ક્ષણોને તોડવા બેઠો અને ઘટના ઘણી નીકળી
kshanone todvaa betho ane ghatnaa ghanii niiklii
જગદીપ નાણાવટી
Jagdip Nanavati
જગદીપ નાણાવટી
Jagdip Nanavati
ક્ષણોને તોડવા બેઠો અને ઘટના ઘણી નીકળી
પ્રતિબિંબો જરા છોલ્યા અને છળની અણી નીકળી
ગરજતાં વાદળો વરસ્યા નહીં સ્હેજે ધરા ઉપર
તપાસો આદરી તો એ ફકત બોદી ટણી નીકળી
અસર તારી હતી જબરી આ આખા ગામમાં, કારણ
ગલી હું કોઈ પણ પકડું એ તારા ઘર ભણી નીકળી
અમે સરનામુ શોધ્યું મૌનનું આખાયે મ્હોલ્લામાં
ખબર અંતે પડી, ભાષા જ એની ઘરધણી નીકળી
હતાં એ ક્યારના અસ્વસ્થ જ્યારે ધ્યાનમાં બેઠા
પછી ગાદી નીચેથી મોહમાયાની કણી નીકળી
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
