koina nam – - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈના નામ –

koina nam –

દર્શન જરીવાલા દર્શન જરીવાલા
કોઈના નામ –
દર્શન જરીવાલા

કોઈના નામને તળિયે ડૂબ્યો છું, શોધ મને-

લીલની જેમ મને બાઝી હશે ઈચ્છા, જો

કોઈના નામની આવી પડી જાસાચિઠ્ઠી

મારી ભીંતે મેં જરા ચીતર્યો જ્યાં દરવાજો

કોઈના નામની ડણકી ફરે છે જંગલમાં

મારી ડાળે ઊગી નીકળશે ફરી ભય તાજો

કોઈના નામ-ઘટાટોપ લીલા નામ-નીચે

મેં સમય સાથે વિતાવી છે કેટલી સાંજો

કોઈના નામની સેનાઓ ઘેરી વળશે, 'ને

મૌનનો ગઢ પછી રહેશે નહીં સમોસાજો

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1983