કોઈનું કોણ થયું આમ જીવનભર, તો પણ
koiinun kon thayun aam jiivanbhar to pan
ફિરાક ગોરખપુરી
Firaq Gorakhpuri
કોઈનું કોણ થયું આમ જીવનભર, તો પણ
koiinun kon thayun aam jiivanbhar to pan
ફિરાક ગોરખપુરી
Firaq Gorakhpuri
ફિરાક ગોરખપુરી
Firaq Gorakhpuri
કોઈનું કોણ થયું આમ જીવનભર, તો પણ
આ રૂપ-પ્રેમ તો કેવળ છે છળ મગર તો પણ
હજારો વાર જમાનો થયો અહીંથી પસાર
નવી નવી જ છે આ તારી રાહગુજર તો પણ
હું કેવી રીતે કહું આ તરફ તું જો કે ન જો
કે પીડા, પીડા છે તો પણ નજર નજર તો પણ
ફરકતી જાય છે સ્થળને સમયની આંખો પણ
પ્રવાસ માટે છે આ કાફલો તત્પર તો પણ
વિચારતા રહ્યા તારા વિયોગી થઈને ખરાબ
બસ એ કે તારી નજર, તારી નજર છે તો પણ
જીવન વીતી ગયું તારી નજરથી બચવામાં
જીવનની નાડીમાં ઊતરી ગયું નશ્તર તો પણ
પ્રણયનું ભાન ભૂલ્યાને જમાનો વીતી ગયો
ફિરાક કરતી રહી કામ એ નજર તો પણ
(અનુ. હનીફ સાહિલ)
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑક્ટોબર, ૧૯૮૧ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
