koi lambi lambi lakhawat nathi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ લાંબી લાંબી લખાવટ નથી

koi lambi lambi lakhawat nathi

હેમંત પુણેકર હેમંત પુણેકર
કોઈ લાંબી લાંબી લખાવટ નથી
હેમંત પુણેકર

કોઈ લાંબી લાંબી લખાવટ નથી

ગઝલ છે ઈશારો, છણાવટ નથી

જીરવી નથી શકતો એકાંતને

સ્વયં સાથે દુશ્મનાવટ નથી?

તું પોતાને રોકીને ઊભો છે બસ

જગતમાં બીજી કંઈ રુકાવટ નથી

પછી ચડજે ટોચે, તું પહેલાં તપાસ

કે મૂલ્યોમાં કોઈ ગિરાવટ નથી

હું જેવો છું એવો છું તારી સમક્ષ

બનાવટ નથી કંઈ સજાવટ નથી

રદીફ, કાફિયા, છંદ ફાવી ગયા

ગઝલમાં હજુ એવી ફાવટ નથી

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022