રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ જર્જર પુલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું
koi jarjar pulni diwal phaDine ugela piplanun pan chhun
કોઈ જર્જર પુલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું
કોઈ વાહન આવતાં શોષે ધ્રૂજારી મૂળ જે એનું અનુસંધાન છું
છું કથા સેવાથી આનંદિત ઋષિની ષોડશીને મંત્રનું વરદાન છું
છું કુતૂહલ સૂર્યને આમંત્રવાનું, વિશ્વપોષક અર્કનું ઓધાન છું
આ તરફ કોઈ કરે પૂજા કરે અર્ચન કરે છે કોઈ સજદો એ તરફ
આ તરફ ગૂગળમાં ગચકાંબોળ છું ને તરફથી હૂબહૂ લોબાન છું
આમથી શીખો કશું જૂદું જ મળશે આમથી જો શીખસો તોયે અલગ
આમ વ્યવહારો મળ્યા છે પાશવી ને આમ આખું સંસ્કૃતિસંસ્થાન છું
ના, નથી ભીતર કશું નક્કર ન એનો અર્થ એનો કાઢ, છું ફુગ્ગા સમા
ના, નથી તલવાર જેવો તીક્ષ્ણ કિંતુ તીક્ષ્ણતાને સાચવે મ્યાન છુ
હું જ સારા ને નઠારા કેટલા ટુકડા મળી બનતી કોઈ જિગ્સૉ-પઝલ
હું જ રેશમથી વધુ રમણીય છું ને હું જ મેલું ફાટલું કંતાન છું
koi jarjar pulni diwal phaDine ugela piplanun pan chhun
koi wahan awtan shoshe dhrujari mool je enun anusandhan chhun
chhun katha sewathi anandit rishini shoDshine mantranun wardan chhun
chhun kutuhal suryne amantrwanun, wishwposhak arkanun odhan chhun
a taraph koi kare puja kare archan kare chhe koi sajdo e taraph
a taraph gugalman gachkambol chhun ne taraphthi hubhu loban chhun
amthi shikho kashun judun ja malshe amthi jo shikhso toye alag
am wyawharo malya chhe pashwi ne aam akhun sanskritisansthan chhun
na, nathi bhitar kashun nakkar na eno arth eno kaDh, chhun phugga sama
na, nathi talwar jewo teekshn kintu tikshntane sachwe myan chhu
hun ja sara ne nathara ketla tukDa mali banti koi jigsau pajhal
hun ja reshamthi wadhu ramniy chhun ne hun ja melun phatalun kantan chhun

સ્રોત
- પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : ડૉ. નીરજ મહેતા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2014