રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
કોઈ બીજું એક
koi biju ek
હરેશ 'તથાગત'
Haresh 'Tathagat'
કોઈ બીજું એક છે જે ભીતરે, -
માર્ગ અધવચ, રોજ મારો આંતરે?
ડાયરીનાં પાનિયાં-શા સૂર્યને-
રોજ ઊઠી કોણ કાળો ચીતરે?!
આમ છે જો કે અસંભવ વાત, પણ-
યત્ન તો કરિયેં, કદાચિત મન મરે!
બે મળેલાં જીવનું સત્ કેટલું?!-
માંડવે મળ્યાં, થ્યાં છુટ્ટાં સાથરે!
હોય છે બ્હાનું ફક્ત મરનારનું-
જાય છે સહુ લોક નિજનાં ખરખરે!
સ્રોત
- પુસ્તક : કોઈ બીજું એક (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : હરેશ ‘તથાગત’
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2007