aphwa chhe 1 - Ghazals | RekhtaGujarati

અફવા છે - ૧

aphwa chhe 1

ભરત ભટ્ટ 'તરલ' ભરત ભટ્ટ 'તરલ'

તીક્ષ્ણ ને ધારદાર અફવા છે,

આપણી આરપાર અફવા છે.

ઠીંગણું છે વજૂદ કીડીનું,

લાંબી લાંબી કતાર અફવા છે.

જે હવેલીમાં આપ બેઠાં છો,

એનું એકાદ દ્વાર અફવા છે.

તથ્યની તરફ ઊભો છું હું,

તથ્યની પેલે પાર અફવા છે.

આપણું એક મ્હોરું માણસનું,

એની સામે હજાર અફવા છે.

આદમી આદમી છે એક વખત,

આદમી લાખ વાર અફવા છે.

આપણે ઓઢી ચાદર છે,

જેનો પ્રત્યેક તાર અફવા છે.

સ્રોત

  • પુસ્તક : મીણના માર્ગ પર (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : ભરત ભટ્ટ ‘તરલ’
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2016