ઝરમર પવન સુમન અને ફોરમને સાચવો
jharmar pavan suman ane Foram Ne Sachvo

ઝરમર પવન સુમન અને ફોરમને સાચવો
jharmar pavan suman ane Foram Ne Sachvo
શેખાદમ આબુવાલા
Shekhadam Abuwala

ઝરમર પવન સુમન અને ફોરમને સાચવો
પીનારની છે માગણી મોસમને સાચવો
એક જ લકીર જિંદગી ક્યાંથી બની શકે
શરણાઈનો તકાદો છે માતમને સાચવો
દુઃખને કરી વિખૂટું સુકોથી દુઃખી થશો
જીવનમાં જે થયો છે તે સંગમને સાચવો
બન્ને સરકતી ચીજ છે ઝાલી નહીં શકો
ખુશિયોને સાચવો કે તમે ગમને સાચવો
આ દમ હશે તો તો પછી આદમ હશે જરૂર
આદમ કહી રહ્યો છે કે આ દમને સાચવો



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ