અડાબીડ કૈંક અંદરનાં અરણ્યો બહાર આવ્યાં છે
adaabiid kaink andarnaa aranyo bahaar aavyaan chhe

અડાબીડ કૈંક અંદરનાં અરણ્યો બહાર આવ્યાં છે,
પશુતા પાંગર્યાનાં સૌ રહસ્યો બહાર આવ્યાં છે.
ઉઘાડી પાત્ર સોનાનું નિહાળ્યું જેટલી વેળા,
ચમકતા સત્યના વેશે અસત્યો બહાર આવ્યાં છે.
હકીકત બહાર ના આવી ઘટેલી એક ઘટનાની,
બન્યા નહોતા બનાવો એનાં તથ્યો બહાર આવ્યાં છે.
સભામાં તો ગયા પણ સભ્યતાને લઈ ગયા નહોતા,
અહીં મેદાનમાં એવા જ સભ્યો બહાર આવ્યા છે.
ગઝલ કંઈ એકલી આવી નથી આ બહાર અંદરથી!
અમારી આંખથી પણ અન્ય દ્રવ્યો બહાર આવ્યાં છે.
aDabiD kaink andarnan aranyo bahar awyan chhe,
pashuta pangaryanan sau rahasyo bahar awyan chhe
ughaDi patr sonanun nihalyun jetli wela,
chamakta satyna weshe asatyo bahar awyan chhe
hakikat bahar na aawi ghateli ek ghatnani,
banya nahota banawo enan tathyo bahar awyan chhe
sabhaman to gaya pan sabhytane lai gaya nahota,
ahin medanman ewa ja sabhyo bahar aawya chhe
gajhal kani ekli aawi nathi aa bahar andarthi!
amari ankhthi pan anya drawyo bahar awyan chhe

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : સપ્ટેમ્બર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન