khoob unche chaDi gayo chhun hun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખૂબ ઊંચે ચડી ગયો છું હું

khoob unche chaDi gayo chhun hun

મનહર મોદી મનહર મોદી
ખૂબ ઊંચે ચડી ગયો છું હું
મનહર મોદી

ખૂબ ઊંચે ચડી ગયો છું હું

છેક નીચે પડી ગયો છું હું

એક હાથે મને મેં તરછોડ્યો

અન્ય હાથે અડી ગયો છું હું

મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે

ને મને આવડી ગયો છું હું

થાય છે કે ફરીથી બંધાઉં

સામટો ગડગડી ગયો છું હું

બંધ થઈ જાઉં આજ શબ્દ બની

ઓટલો ઊઘડી ગયો છું હું

સ્રોત

  • પુસ્તક : ૧૧ દરિયા (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)