Kholi Shake Na Koi Eva Bandh Dvar Chhe - Ghazals | RekhtaGujarati

ખોલી શકે ન કોઈ એવાં બંધ દ્વાર છે

Kholi Shake Na Koi Eva Bandh Dvar Chhe

મેઘબિંદુ મેઘબિંદુ
ખોલી શકે ન કોઈ એવાં બંધ દ્વાર છે
મેઘબિંદુ

ખોલી શકે કોઈ એવાં બંધ દ્વાર છે

સંબંધ એક વહેમભર્યો અંધકાર છે.

એણે અબોલા આંખમાં આંજી દીધા ભલે

પાંપણોને તે છતાંય ઇન્તજાર છે

આંખો અમારા આંસુંઓને રોકતે નહીં

એને ખબર જો હોત કોઈ લૂછનાર છે

સંબંધ કોણ જાણે કેમ ગાઢ થઈ ગયો

મારું અને મરણનું મિલન પહેલી વાર છે

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ