santman manas nihalyo, mansoman santne - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને

santman manas nihalyo, mansoman santne

નીરજ મહેતા નીરજ મહેતા
સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને
નીરજ મહેતા

સંતમાં માણસ નિહાળ્યો, માણસોમાં સંતને

ત્યારથી પકડી શક્યો છું જિંદગીના તંતને

આયખું આખું નીરખવામાં વહી જાશે હવે

એટલાં ખિસ્સે ભર્યાં છે યાદના મન્વંતને

છે...ક શાકુંતલ સમયથી વારસામાં ઊતરી

પીડા આજ પણ ક્યાં ચાદ છે દુષ્યંતને

જિંદગી એની બનીને ગ્રંથ પૂજાશે સતત

પૃષ્ઠ માફક પલટશે આયખાના અંતને

કોઈના આંસુથી જેનાં ટેરવાં શોભ્યાં હો

હું નથી મળતો કદી પણ એવડા શ્રીમંતને

સ્રોત

  • પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ડૉ. નીરજ મહેતા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014