હાથ છોડાવી ગયાં ને હસ્તરેખા લઈ ગયાં
hath chhodavi gaya ne hastrekha lai gya
બાબુલાલ ચાવડા 'આતુર'
Babulal Chavda 'Aatur'
હાથ છોડાવી ગયાં ને હસ્તરેખા લઈ ગયાં
hath chhodavi gaya ne hastrekha lai gya
બાબુલાલ ચાવડા 'આતુર'
Babulal Chavda 'Aatur'
હાથ છોડાવી ગયાં ને હસ્તરેખા લઈ ગયાં,
ભાગ્યના મારા બધા ટુકડા ય ભેગા લઈ ગયાં.
છેક મધદરિયે જે તારણહાર થઈ આવ્યાં હતાં,
છિદ્ર પાડી નાવમાં, સાથે હલેસાં લઈ ગયાં.
સોંપવા ફરતાં હતાં જે હાથમાં લઈને હૃદય,
કોણ જાણે કેટલાં કાપી કલેજાં લઈ ગયાં.
એમનાં સપનાં જ અમને લઈ ગયાં એ ગામમાં,
પણ, અમે જેવા હતા એવા ને એવા લઈ ગયાં.
છાવણી નાખી પડ્યો છે એક ખાલીપો ભીતર,
મન અને મનમાં ભરાતા લોકમેળા લઈ ગયાં.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ