khali myan jewun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખાલી મ્યાન જેવું

khali myan jewun

અદમ ટંકારવી અદમ ટંકારવી
ખાલી મ્યાન જેવું
અદમ ટંકારવી

સ્મરણ લીલું કપૂરી પાન જેવું

હવામાં ચોતરફ લોબાન જેવું

ઉરાડી છેક દરિયાપાર લઈ ગઈ

હસી એક છોકરી વિમાન જેવું

ઊઘાડી આંખ છે ને દૃશ્ય ગાયબ

સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું

ખબરઅંતર પૂછે ખૈરાત જાણે

કરે છે સ્મિત તે પણ દાન જેવું

હતું સ્વપ્નમાં રેશમ ને મલમલ

ને જાગી જોઉં તો કંતાન જેવું

અદમ, શ્વાસની ખીંટીએ લટકે

અમારું હોવું ખાલી મ્યાન જેવું

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 369)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004