khali jiwtar chhalkawe chhe enathi moti wat kai? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખાલી જીવતર છલકાવે છે એનાથી મોટી વાત કઈ?

khali jiwtar chhalkawe chhe enathi moti wat kai?

કિરણસિંહ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ
ખાલી જીવતર છલકાવે છે એનાથી મોટી વાત કઈ?
કિરણસિંહ ચૌહાણ

ખાલી જીવતર છલકાવે છે એનાથી મોટી વાત કઈ?

કોઈ તમને બહુ ચાહે છે એનાથી મોટી વાત કઈ?

પહેલા વહેલા વરસાદ સમું કોઈ વરસે છે ઝરમર ઝરમર

ને ભીની ખુશ્બૂ લાવે છે એનાથી મોટી વાત કઈ?

પ્રગટ્યું છે ધુમ્મસ ચારેબાજુ ને ધુમ્મસના ઘરમાં,

તું તડકો થઇને આવે છે એનાથી મોટી વાત કઈ?

મરવાની વાતો કરનારા બે ઘડી તમારી સંગ રહી,

હવે મબલખ જીવવા માગે છે એનાથી મોટી વાત કઈ?

મારાથી ઉત્તમ કેટકેટલા શાયર છે ને તેમ છતાં,

તું મારી ગઝલો વાંચે છે એનાથી મોટી વાત કઈ?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.