રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવ્યોમ વેચી વાંઝિયા વાદળી ખરીદે છે. ખબર છે?
લોહી બાળીને વરાળ જળ ખરીદે છે, ખબર છે?
રોજ પોતાનો તૂટેલો આયનો શણગારવા એ,
આંખ મૂકી ગીરવી કાજળ ખરીદે છે, ખબર છે?
પાનમાં થૂંકે લહુ ક્ષયગ્રસ્ત સડ્યાં ફેફસાંનું,
ચામડી વેચીને એ કાગળ ખરીદે છે, છે ખબર?
વસ્ત્રમાં નખશિખ કરી નાગીને શબ્દોમાં સજાવે,
કેવી કેવી રીત કેવું છળ ખરીદે છે, ખબર છે?
ખૂબ પાસેથી પિછાણે મર્દની મર્દાનગીને
કઈ દુકાનેથી એ કેવું બળ ખરીદે છે. ખબર છે?
છેક મોડી રાતના એક દાદરો નીચે ઊતરતો,
ને સડકથી પાઉં ને ઉસળ ખરીદે છે, ખબર છે?
wyom wechi wanjhiya wadli kharide chhe khabar chhe?
lohi baline waral jal kharide chhe, khabar chhe?
roj potano tutelo aayno shangarwa e,
ankh muki girwi kajal kharide chhe, khabar chhe?
panman thunke lahu kshayagrast saDyan phephsannun,
chamDi wechine e kagal kharide chhe, chhe khabar?
wastrman nakhshikh kari nagine shabdoman sajawe,
kewi kewi reet kewun chhal kharide chhe, khabar chhe?
khoob pasethi pichhane mardni mardangine
kai dukanethi e kewun bal kharide chhe khabar chhe?
chhek moDi ratna ek dadro niche utarto,
ne saDakthi paun ne usal kharide chhe, khabar chhe?

સ્રોત
- પુસ્તક : દુંદુભિ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2001