kem saghla thai gaya sagarna dost? - Ghazals | RekhtaGujarati

કેમ સઘળા થઈ ગયા પથ્થરના દોસ્ત?

kem saghla thai gaya sagarna dost?

અઝીઝ ટંકારવી અઝીઝ ટંકારવી
કેમ સઘળા થઈ ગયા પથ્થરના દોસ્ત?
અઝીઝ ટંકારવી

કેમ સઘળા થઈ ગયા પથ્થરના દોસ્ત?

જેમને ગણતા હતા ઈશ્વરના દોસ્ત,

સમયનો સાથ નહિ આપી શકે,

બધા તો છે ફક્ત પલભરના દોસ્ત.

ઘર તમારું જેમણે બાળી દીધું,

કદાચિત્ હો તમારા ઘરના દોસ્ત.

ઝણઝણાવે છે હૃદયના તારને,

યાદ આવે જે ક્ષણે અંતરના દોસ્ત.

ઝાંઝવાં પીને ઘણાંયે તૃપ્ત છે!

કેમ પ્યાસા છે હજી સાગરના દોસ્ત?

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008