રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા
kshitije ghas jewi lili kshan dai amne doDawya
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઇચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું, એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં–
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.
kshitije ghas jewi lili kshan dai amne doDawya;
amaraman ja ichchhanan haran dai amne doDawya
ame kyan jai rahya, kyan phonchashun, eni khabar kyan chhe,
amari pharatun kayam awran dai amne doDawya
didhun chhe ek to bekabu man, na hath rahenarun,
wali eman saluni sambhran dai amne doDawya
ahin aa ramagirini toch parthi chhek alka lag,
ashaDhi sanjanun watawran dai amne doDawya
badhane doDwa mate didhan sapnan ne ashao,
ame kambhagi ke na kani pan dai amne doDawya
khabar jo hot ke awun rupalun chhe to na bhagat,
satat nahakanun ten wanse maran dai amne doDawya
ghasata banne pag gothan sudhina thai gaya pan ten–
thayun sarun kawitana charan dai amne doDawya

સ્રોત
- પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 282)
- સર્જક : મનોજ ખંડેરિયા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ