kashunk samya to chhe, sachesach kathputli - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી

kashunk samya to chhe, sachesach kathputli

વિવેક કાણે વિવેક કાણે
કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી
વિવેક કાણે

કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી

તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી

તારું નૃત્ય, મારી કોરિયોગ્રાફી

નચાવું જેમ તને, એમ નાચ કઠપૂતળી

હલનચલન ને ચૈતન્ય ખેલ પૂરતું છે

જીવંત હોવાના ભ્રમમાં રાચ કઠપૂતળી

સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું

જે મારી પાસે નથી, યાચ કઠપૂતળી

‘સહજ’ નચાવે મને કો'ક ગુપ્ત દોરીથી

ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.