કારણ વગરનાં કારણો રસ્તે નડી ગયા
karan vagarnan karno raste nadii gyaa


કારણ વગરનાં કારણો રસ્તે નડી ગયા,
સીધી સફરમાં અવનવા ફાંટા પડી ગયા.
ભીની હવાને એક-બે શ્વાસો અડી ગયા,
ચાલ્યા વગર, રસ્તા ઉપર પગલા પડી ગયા.
તારા અબોલા કેટલા વ્યાપક બની ગયા,
આખા નગરમાં મૌનના પડઘા પડી ગયા.
તારા નયનમાં વન હતું, મારા નયનમાં રણ,
બંને દિશામાં આપણે ભૂલા પડી ગયા.
એકેક જણ પાસે હવે નવતર ઉજાસ છે,
જાણે બધાને આગવા સૂર્યો જડી ગયા.
ગુમનામ ઘરની શૂન્યતા સારી હતી 'કુમાર',
મહેફિલમાં તો સૌના ભરમ નજરે ચડી ગયા.
karan wagarnan karno raste naDi gaya,
sidhi sapharman awanwa phanta paDi gaya
bhini hawane ek be shwaso aDi gaya,
chalya wagar, rasta upar pagla paDi gaya
tara abola ketla wyapak bani gaya,
akha nagarman maunna paDgha paDi gaya
tara nayanman wan hatun, mara nayanman ran,
banne dishaman aapne bhula paDi gaya
ekek jan pase hwe nawtar ujas chhe,
jane badhane aagwa suryo jaDi gaya
gumnam gharni shunyata sari hati kumar,
mahephilman to sauna bharam najre chaDi gaya
karan wagarnan karno raste naDi gaya,
sidhi sapharman awanwa phanta paDi gaya
bhini hawane ek be shwaso aDi gaya,
chalya wagar, rasta upar pagla paDi gaya
tara abola ketla wyapak bani gaya,
akha nagarman maunna paDgha paDi gaya
tara nayanman wan hatun, mara nayanman ran,
banne dishaman aapne bhula paDi gaya
ekek jan pase hwe nawtar ujas chhe,
jane badhane aagwa suryo jaDi gaya
gumnam gharni shunyata sari hati kumar,
mahephilman to sauna bharam najre chaDi gaya



સ્રોત
- પુસ્તક : તારા નામની પાછળ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : કુમાર જૈમિની શાસ્ત્રી
- પ્રકાશક : જ્ઞાનમંદિર પ્રકાશન
- વર્ષ : 2007