karan na poochh - Ghazals | RekhtaGujarati

કારણ ન પૂછ

karan na poochh

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
કારણ ન પૂછ
દીપક બારડોલીકર

મારાં આંસુઓનું તું કારણ પૂછ!

ઘર, ગલી, કેવાં સ્વજન ને કેવું ગામ

ચૂરો ચૂરો ખાબાના છે સૌ મુકામ

જાણે જીવન શોક સંઘરવાનું નામ

મારાં આંસુઓનું તું કારણ પૂછ!

દેશ-દેશે બસ ભટકાવાનું રહ્યું

ગમસલીબો પર લટકવાનું રહ્યું

રાત લેતી નથી ખસવાનું નામ

મારાં આંસુઓનું તું કારણ પૂછ

જુલ્મ એવા કે થયા શ્વાસોય ચીસ

ફૂલને પણ જું તો લાગે ચે બીક

હું નથી લેતો હવે હસવાનું નામ

મારાં આંસુઓનું તું કારણ પૂછ!

ચાળણી સરિયામ જીવન થૈ ગયું

લીરા લીરા ભાગ્યનું પહેરણ થયું

જીવવું પણ છે ફક્ત મરવાનું નામ

મારાં આંસુઓનું તું કારણ પૂછ!

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 274)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007