kankri phulpankhDi thai gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાંકરી ફૂલપાંખડી થઈ ગઈ

kankri phulpankhDi thai gai

અદમ ટંકારવી અદમ ટંકારવી
કાંકરી ફૂલપાંખડી થઈ ગઈ
અદમ ટંકારવી

કાંકરી ફૂલપાંખડી થઈ ગઈ

ધૂળ શેરીની રેશમી થઈ ગઈ

નવમા ધોરણની પલ્લવી પંડ્યા

ઘંટ વાગ્યો અને પરી થઈ ગઈ

અર્થને આંબવા મથી ભાષા

દાણાદાણ એની રેવડી થઈ ગઈ

છોકરી આમ તો શરમાળ હતી

પણ ભણીને ચિબાવલી થઈ ગઈ

ઉમંગો હરખપદૂડા થયા

લાગણી સાવ વેવલી થઈ ગઈ

મેં લખી'તી ફક્ત રજાચિઠ્ઠી

તેં વાંચી તો શાયરી થઈ ગઈ

કોરા કાગળને જોગણી વળગી

ને ગઝલ બાધાઆખડી થઈ ગઈ

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997