kalam lai hathni thapan gumawi betho chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું

kalam lai hathni thapan gumawi betho chhun

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું
અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું;

પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.

મને તું પૂજવા-લોભાવવાનું છોડી દે,

હું મારા રામ ને રાવણ ગુમાવી બેઠો છું.

હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે.

ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.

તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,

હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.

હતું મૌન મારું ગીરના જંગલ જેવું.

કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

સ્રોત

  • પુસ્તક : વાણીપત (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : અશરફ ડબાવાલા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013